Photo by Taryn Elliott: pexels

તારે કંઈક કેવું હતું મને....
પણ તું ત્યાં જ કેમ અટકી ગઈ...?
લાગ્યું હતું મને કે આજે તું કહીશ,
આપણા પ્રેમની ઈ વાત,
પણ અંત સમયે તું કેમ અટકી ગઈ...?
શું થયું તને મને કાંઈ ખબર નથી,
પણ મને જવાબ દેવો પડશે તારે કે,
અંત સમયે તું કેમ અટકી ગઈ....?
તારી ઈ વાત સાંભળવા માટે,
ઘણા દિવસથી ઘેલો બનીને બેઠો છું,
પણ તું અંત સમયે કેમ અટકી ગઈ....?
તારે નથી કેવી વાત ,કંઈ વાંધો નહીં.
પણ જવાબ ચોક્કસ આપજે મને કે,
અંત સમયે તું કેમ અટકી ગઈ ...?
તારો જવાબ મળતા જ,
હું પણ અટકી જઈશ,
જીવી લેજે તારી જિંદગી નહીં અટકાવવું હું તને......

.    .    .

Discus