Image by Hoàng Đông Trịnh Lê from Pixabay
ફૂલ પર ઝાકળ સવારી પ્રેમ છે.
ને નજર ભીની તમારી પ્રેમ છે.
એક ભમરો આવતો જાતો રહ્યો,
બાગ! એની બેકરારી પ્રેમ છે.
આભ થી ઉંચે ઉંડું છું એકલી,
લાગણી એવી અમારી પ્રેમ છે. બની
ઊંઘમાં કીધું હતું મે માં તને,
સ્નેહ ની શીતળ પથારી પ્રેમ છે.
જે તરફ તારી ઝલક છે સાંપડી,
એ જ ઘર ને એજ બારી પ્રેમ છે.
"ઉર"માં આવી ગઇ છે વેદના,
કાગળે આ શબ્દધારી પ્રેમ છે.