Image by harvara sheetal

અરર આટલો બધો ધુમાડો મને તો ઉધરસ ઉપડી ગઈ. અરે એ સેજલ! શું કરી રહી છે રહોડામાં આટલો બધો ધુમાડો શેનો છે?

(રહોડામાંથી સેજલ) અરે બા કાંઈ કરી રહી નથી. આ તો બાપુજી માટે રોટલો બનાવવાનો છે તો ચૂલામાં છાણા નાખી રહી છું. (ઘરના આંગણામાં છાણની ગાર લીપતા બા) સેજલ કોણ જાણે તારા બાપુજી હજી ન આવ્યા ક્યાં રહી ગયા હશે!!

(ગુજરાતના જામનગરમાં વસ્તુ એક નાનકડું ગામ માની લો કે વિસક જેટલા ખોરડા, કોઈને ત્યાં પાકા મકાન નહીં, ગામમાં માત્ર લાલા શેઠને જ નળિયા વાળું મકાન અને બાકી બધે ને કુબલા.

આ ગામમાં રહેતી એક અપંગ દિકરી. સેજલ ના પિતા માનસી, સાવ ગરીબ! સેજલ ચાલી શકતી નહોતી. ઘરનું બધું જ કામ કરે. સેજલ જન્મથી જ અપંગ હતી. તેને બંને પગે ખોટ હતી. તેના પિતા સાવ ગરીબ હતા તે તેના ગામની ગાયુનું ધણ ચરાવતા હતા. સેજલને એક નાની‌ બહેન અને એક નાનો ભાઈ હતો. સેજલના માતા પિતા સાવ અભણ હતા. )

અચાનક પિતાને ચાર જણા પકડીને ફળિયામાં લઈ આવે છે. સેજલ આ જોઈને કહે છે અરે! આ શું થયું. બાપુજી, તમને શું થયું .તે લોકો કહે છે કે માનસીભાઈ શેરીમાં જતા હતા ત્યારે તેને બળદે લગાડી દીધું અને તે પડી ગયા.

બા જલ્દી જા અને વેદ કાકાને બોલાવીને લાવ. સેજલે તેની બાને કહ્યું;

વેદે કહ્યું કે, “માનસી ભાઈ નો પગ ભાંગી ગયો છે હવે તે બે વર્ષ સુધી ચાલી નહીં શકે”!!

આ સાંભળતા જ સેજલ ઉપર જાણે આભ ફાટી પળિયું!!

એટલામાં નાની બહેન દોડતી આવે છે અને સેજલ ને કહે છે કે, તને માસ્તરજીએ કહેવડાવ્યું છે કે તારી એક મહિના પછી સાતમા ધોરણની પરીક્ષા છે.

(સેજલ તેના ગામની પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં ઘર બેઠા અભ્યાસ કરી રહી છે. માત્ર પરીક્ષા આપવા જાય‌ ત્યારે તેના પિતા તેને ઊંચકીને શાળાએ લઈ જાય . સેજલ ભણવામાં બહુ હોશિયાર,‌ આજ સુધી તેને ઘર બેઠા જ અભ્યાસ કર્યો છે. કદી શાળાએ ગઈ નથી .તે માત્ર પરીક્ષા આપવા જતી. તેનામાં હિંમત ખૂબ જ હતી. સવારે વહેલી ઉઠીને તે અભ્યાસ કરતી. પરીક્ષા આપવા માટે તેના બાપુજી તેને ઊંચકીને શાળાએ લઈ જતા. સેજલ નાના બાળકની જેમ હાથ વડે ચાર પગે ચાલે છે)

સેજલ તેના બાપુજીના ખાટલા પાસે બેસીને નિરાશ હાલતમાં કહે છે કે હું કઈ રીતે પરીક્ષા આપવા જઈશ!! એટલામાં જ તેના પિતાને સરકારી હોસ્પિટલનો એક ડોક્ટર જોવા આવ્યો. તે કહે છે કે સેજલ તું ત્રણ પૈડાં વાળી ટ્રાઇસિકલ લઈ લે..

કેવી ટ્રાઇસિકલ સાહેબ, મેં તો કદી જોઈ નથી .પેલા ડોક્ટર સાહેબ કહે છે કે એક કાગળ આપ અને એક પેન આપ હું તને તે ટ્રાઇસિકલ દોરીને બતાવું. જો આવી ટ્રાઇસિકલ ..

સેજલ રાજી થઈ જાય છે પણ અચાનક જ તે‌ નિરાશ થઈ જાય છે. આવી ટ્રાઇસિકલ આપણને કોણ લઈ દેશે!!!

આપણે તો ગરીબ!!!

સેજલના બાએ કહ્યું કે આપણે લાલા શેઠને કહીએ.

લાલા શેઠે કહ્યું કે આ ટ્રાઇસિકલ ની કિંમત 5000 રૂપિયા છે .મારી પાસે એટલા નથી .તું ગામના સરપંચ પાસે જા.

ગામના સરપંચે કહ્યું; હું તારી કોઈ મદદ ના કરી શકું. હા પણ આપણા બાજુના ગામમાં એક તલાટી આવે છે. તું તેની પાસે જા.

સેજલ એ કહ્યું કે સરપંચ બાપા હું ચાલી શકતી નથી. મારે બાજુના ગામમાં કઈ રીતે જવું?? સરપંચ કહે છે કે આપણા ગામની નદી પાસેથી એક ઘોડાગાડી વાળો નીકળે છે. હું તેને તારા ઘરે મોકલીશ..

બીજા દિવસે પેલો ઘોડાગાડી વારો સેજલ ના ઘરે આવે છે અને કહે છે કે બાજુના ગામમાં જવા માટે તમારે સો રૂપિયા ભાડું દેવું પડશે..

સેજલ લાલા શેઠને કહે છે કે મને 100 રૂપિયાની મદદ કરો. લાલો શેઠ કહે છે કે એના માટે તારે મારા ચાર કિલો લાલ મરચા ખાંડી દેવા પડશે..

સેજલ આખી રાત લાલ મરચા ખાંડે છે .

બીજે દિવસે સેજલ તેના બા ભેગી બાજુના ગામમાં તલાટીને મળવા જાય છે. તલાટી કહે છે કે હું કાંઈ મદદ ન કરી શકું .પણ શહેરમાં એક અપંગની સંસ્થા છે તારે ત્યાં જવું પડશે.

સેજલે કહ્યું કે મારે શહેર કઈ રીતે જવું ? તલાટી કહે છે કે આ ગામમાં એક(છકડો) રિક્ષાવાળો છે. હું તેને તારા ઘરે મોકલીશ..

બીજે દિવસે રિક્ષાવાળો આવે છે અને સેજલ ને કહે છે કે શહેર જવા માટે તમારે ₹300 નું ભાડું થશે..

ફરીથી સેજલ લાલા શેઠને કહે છે કે મને ₹300 ની મદદ કરો. લાલો શેઠ કહે છે કે તું મારો પાંચ મણ બાજરો જો ધોકાવી દે તો હું તને ₹300 આપું.

સેજલ એકધારા પાંચ દિવસ સુધી રાત અને દિવસ એક કરી પાંચ મણ બાજરો ધોકાવે છે.

(સેજલ છકડા ઉપર ચડવા માટે પેલા મોટા પથ્થર ઉપર ચડે છે અને પછી છકડા ઉપર ચડે છે.)

સેજલ તેના બા સાથે શહેરની અપંગ સંસ્થામાં જાય છે. સંસ્થા વાળા કહે છે કે તમારી પાસે અપંગતાનું પ્રમાણપત્ર છે ? સેજલ કહે છે કે મારી પાસે નથી. સંસ્થા વાળા કહે છે કે તમારે પહેલા સરકારી હોસ્પિટલમાંથી તે પ્રમાણપત્ર કઢાવવું પડશે.. પછી જ તમને અહીંથી સહાય મળશે.

સેજલ એ કહ્યું કે હું સરકારી હોસ્પિટલે કઈ રીતે જાવ? તે લોકો કહે છે કે તમે અહીં સુધી આવો પછી અહીંથી તમે સરકારી બસમાં જાજો.

સેજલ ઘરે આવે છે ત્યારે સેજલના બાપુજી કહે છે કે દીકરા તું રહેવાદે મને નથી લાગતું કે કોઈપણ આપણી મદદ કરે . સેજલ એ કહ્યું કે બાપુજી હું હાર નહીં માનું.

સેજલ ફરી લાલા શેઠનો પાંચ મણ બાજરો ધોકાવે છે અને 300 રૂપિયાની મદદ લે છે. પછી સેજલ રિક્ષામાં બેસી સંસ્થા પહોંચે છે અને પછી ત્યાંથી સરકારી બસમાં હોસ્પિટલ જાય છે.

અપંગતાનુ પ્રમાણપત્ર લઇ સંસ્થાએ જાય છે ત્યારે સંસ્થા વાળા કહે છે કે અમારો કેમ્પ હજી બાર મહિના પછી છે. જો તમારે તાત્કાલિક ટ્રાઇસિકલ જોતી હોય તો. તમે આ શહેરના મંત્રી પાસે જાવ.

(સેજલ આ વખતે પણ ખાલી હાથે ઘરે પાછી આવે છે)

આ વખતે લાલા શેઠ ભાડા માટે સેજલને દસ ગોદડા કરવા આપે છે.

સેજલ શહેરના મંત્રી પાસે જાય છે મંત્રી કહે છે કે હું તમારી મદદ ના કરી શકું. તમે આ શહેરના કલેક્ટર પાસે જાવ.

સેજલની ભણવા પ્રત્યેની લગન એવી છે કે તે કંઈ પણ વસ્તુની પરવા કરતી નથી. જ્યારે તે છકડામાંથી બસમાં ચડે છે ત્યારે તેના હાથમાં લાગે છે લોહી નીકળે છે તેના ગોઠવણમાં લાગે છે. છતાં પણ તે કોશિશ કર્યા જ રાખે છે.

લાલા શેઠ આ વખતે સેજલને પૈસા આપવાની ના પાડે છે ત્યારે સેજલના પિતા તેનો ગોદડા રાખવાનો પટારો 300 રૂપિયામાં વેચી નાખે છે.

જ્યારે સેજલ શહેરના કલેક્ટર પાસે જાય છે ત્યારે કલેકટર કહે છે કે હું તમારી કોઈ મદદ ના કરી શકું. તમે આ જીલ્લાના સાંસદ સભ્ય પાસે જાવ.

ભાડા ના પૈસા ક્યાંથી લાવવા તે માટે સેજલ વિચારી રહી છે અને અંતે તે

સેજલ ભાડા માટે તેના પાંચ જોડી કપડા વેચી નાખે છે.

Photo by Jude Al-Safadi on Unsplash

સેજલ જ્યારે જિલ્લાના સાંસદ સભ્ય પાસે જાય છે. ત્યારે સાંસદ સભ્ય તેને નીચે આવીને મળવાની ના પાડે છે .તે કહે છે કે તેને બે માળ ઉપર આવીને મને મડવુ પડશે. સેજલ ચાર પગે ઢસડાતી ઢસડાતી બે માળ ઉપર ચડી અને સાંસદ સભ્યને મળવા જાય છે ત્યારે તેના પગમાં અને હાથમાં ફોડલા પડે છે. અને મળ્યા પછી સાંસદ સભ્ય કહે છે કે હું તમારી કોઈ મદદ ના કરી શકું. તમે રાજ્યના મુખ્યમંત્રી પાસે જાવ.

બસ આમને આમ દિવસો પસાર થતા ગયા અને સેજલની પરીક્ષાનો‌ સમય‌ પણ પૂરો થઈ ગયો. સેજલ એક પણ પેપર આપી શકી નહીં અને અંતમાં સેજલનું પરીક્ષાનું પરિણામ આવી ગયું. સેજલ સાતમા ધોરણમાં નાપાસ થય અને સેજલ નો આગળનો અભ્યાસ રોકાઈ ગયો.

સેજલ નિરાશ થઈ ગઈ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

તેણી ધૂ્સકે ધૂ્સકે રડવા લાગી. તેની છ વરસની મહેનત બરબાદ થઈ ગઈ. તેની ભણવાની લગન અને તેના સપના તેના ગરીબીના પેટાળામાં પુરાઈ ગયા. તેનું જીવન અંધકારમાં ફેરવાઈ ગયું. તેની જીવન જીવવાની એક આસ પણ ખતમ થઈ ગઈ.

સેજલ નિરાશા સાથે એક જ વાક્ય બોલે છે.

‌“કાશ, મારી પાસે ટ્રાઇસિકલ હોત તો”!!

.    .    .

Discus