ભીખ માંગતા, રસ્તે રઝળતાં, છોકરાઓને પૂછવા;
મન મારું મૂંઝાય, તમને મજૂર બનાવે કોણ ?
મજબૂરી, લાચારી કે અપહરણ, શું થયું તમારી સાથે ?
રમવું તો ગમે જ તો પછી, તમને મજૂર બનાવે કોણ ?
મોટરમાંથી ઉદાસ ઉતરતો, ચહેરો જોયો જતાં બાળકનો;
એને પૂછ્યું ખબર છે તને, આ મજૂર બનાવે કોણ ?
અમીરની ઔલાદ બોલી, અમે પણ બાળમજૂર જ છીએ;
પણ નસીબ અમારાં કે અમને આવીને પૂછે કોણ ?
બાળમજૂર ને વળી અમીર ? સમજાય નહી કાઈ;
લાવ તને પણ પૂછું હું, તમને મજૂર બનાવે કોણ ?
સવારે નિશાળ, જમવાનું, બપોરે આવે શિક્ષણ ખાનગી;
સાંજે અન્ય સક્રિયતા, આ થાક અમારો ઉતારે કોણ ?
આ બાળમજૂરી નહી તો શું, તોયે છે પ્રખ્યાત મા-બાપ;
દેશનો દરેક બાળક છે, શાને પૂછો તમને મજૂર બનાવે કોણ ?

.     .     .

Discus