Image by Horacio Lozada from Pixabay 

રવિ બની તું વરસે છે
મને મળવાને તું તરસે છે!

ઓસ થઈ તું જો સ્પર્શે છે
દિલમાં જાણે દરિયો છલકે છે!

ખીલતી એ મહેક છે તારી જ
હોઠો પર સ્મિત જો મલકે છે!

ચમક તારાઓથી થોડી વધુ જ છે
આ આંખો તારાથી જ તો ચમકે છે!

વરસાદ ને તું થોડા વધુ જ ખાસ છો
એના પર્યાયે જ તો આ પ્રેમ ધબકે છે!

.    .    .

Discus