Photo by Naassom Azevedo on Unsplash
ખોજી રહી છું ખુદને આમ હાલાત માં,
કોશી રહી છું નસીબને આમ હાલતમાં.
નકારી કાઢ્યો એ દિલાસો આપનાર ને,
આપશે સાથ એ ઈશ્વર આમ હાલાત માં.
દોષ નથી પણ મદદ માંગી લીધી અમે તો,
આપી દિધો જાકારો આમ હાલાત માં.
ખુશીઓમાં હાજર રહેવા તત્પર બની જાય,
સમયમાં જ દૂર કરી જાય આમ હાલાત માં.
દેખી પરખી ' તનુ ' મીઠાં બનવાનું પસંદ કરજો,
રડવાનુ આવે એટલે ખભો નથી દેતાં આમ હાલાત માં.