ક્યાંક તું દેખાય છે જેમ
રણમાં જતા મુસાફરને દેખાય
એક મૃગજળ,
ક્યાંક તું દેખાય છે જેમ
રસ્તા પર જતા મુસાફરને દેખાય
એક મંજિલ,
ક્યાંક તું મહેસૂસ થાય છે
વરસાદના કારણે ભીની થયેલી માટીની સુંદર મહેકની જેમ!
ક્યાંક તું દેખાય છે
આકાશના મેઘધનુષના રંગોમાં,
ક્યાં સુધી આવો આભાસ કરાવીશ,
ક્યાં સુધી આમ દિલને સમજાવું?
સપનામાં નથી રહેવું મારે,
હકીકત થી રૂબરૂ કરાવને મને!
દુરી હવે સહેવાતી નથી!!