4 વર્ષ ના એક નાના છોકરા ને મેં વિટીલગો(શરીરે સફેદ ડાઘ) થી પીડતો જોયો છે,
જેને આ દુનિયા માં રંગ ભરવાનો છે એજ બાળક ના શરીર માં ભગવાન રંગ ભરવાનુ જ ભુલી ગયો..
આ કેવી કસોટી છે...
એના આખા શરીર ના 80% ભાગ વિટીલગો હતો,
આ ઉમંર એને ચોકલેટ ખાવા ની છે પણ આ ઉમરે એ 2000₹ ની દીવસ ની 6 ગોલી(drug) ખાય છે,
આ ઉમરે એને હાલ સુરજ ના તડકા માં રમવા નુ છે પણ આ ઉમરે એ uv ray ની ચેમ્બર માં બેશી ને કુત્રિમ તકડો લહી રહીયો છે,
બાલક નાનુ છે એટલે સમજતો તો નઇ પણ એના બાપ ની પીડા એને સમજવા મજબૂર કરી દે છે,
બાપ ને હર દીવસ હોસ્પિટલ અને દાવખાને એના બલક નુ શરીર સામાન્ય(સારું) થાશે એની આશા એ દર દર ઠોકરો ખાય છે,
એનો બાપ ભગવાન પાસે જાય ને કહે છે કે દરેક બલક માં ભગવાન બિરાજે છે તો મારા બાળક માં કેમ ભુલી ગયા??? (રડતી આંખે)