Photo by Kevin Blanzy: pexels

છેલ્લા ઘણા વર્ષથી મુકેશભાઈ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે. પોતાના દીકરાના લગ્નના પધારનાર તમામ મહેમાનોને ચકલીના માળાનું વિતરણ કરી ચકલી બચાવો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું.

જેમાં પક્ષીઓ તરફની કરુણા અને પ્રકૃતિ સંરક્ષણ માટેનો એક વિચાર મુકવામાં આવ્યો.

ચિ.ઉર્વીશ અને ચિ. નિધિ એ સપ્તપદીના સાત ફેરા લઈ અને લગ્નજીવનના પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે, વિવિધ ક્ષેત્રમાં સેવારત રહેતા સાત સેવાભાવી વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન.

  1. શ્રી રાજસોભાગ આશ્રમ સંચાલિત પ્રેમની પરબના ડાયરેકટર શ્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ.
  2. સતત 12 વર્ષથી હોસ્પિટલમાં દર્દીઓને દર રવિવારે ત્રણ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ માટે મહત્વનું યોગદાન આપનાર શ્રી અશોકભાઈ પારેખ.
  3. 103 વખત બ્લડ ડોનેશન કરી મનુષ્ય જિંદગી બચાવનાર શ્રી ગિરધારલાલ ખરેડ.
  4. પાલક માતા પિતા યોજના, બાળ દત્તક જેવી યોજનામાં અંગત રસ લઈ બાળકોને લાભ અપાવનાર બાળ સુરક્ષા અધિકારી સરકારી શ્રી રોહિતભાઈ ઘરસેંડા
  5. શ્રી ગણપતિ ફાટસર શાળાના બાળ સેવામાં સમર્પિત શિક્ષક શ્રી રવીન્દ્રભાઈ પરમાર.
  6. વિધવા,ત્યકતા બહેનોના ઉત્થાન અને પુનર્વસન માટે કાર્ય કરતા શ્રી રાજેભાઈ રાવલ.
  7. પિતાના પગલે ચાલી પશુ પક્ષી સેવામાં સમર્પિત ભાવથી કામ કરતા શ્રી રાણાજી ઝાલાને વિશિષ્ટ સેવાકાર્ય માટે સન્માનિત કરી કાર્યની વંદના કરવામાં આવી.

સપ્તપદીના સાત ફેરા સાથે સાત સેવા સંકલ્પ

  1. મુકેશભાઈની શાળાના ધોરણ 3 થી 8 ના તેજસ્વી બાળકોનું સન્માન.
  2. બાલાશ્રમના બાળકો માટે 5001નું દાન
  3. આત્મીય સેવા ટ્રસ્ટને હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ માટે 11 વર્ષ માટે દર વર્ષે 5001નું દાન.
  4. દીકરી દત્તક યોજના માટે ઝા.લે.પા.સમાજ કેળવણી મંડળને 15001 રૂપિયા દર વર્ષે,11 વર્ષ માટે અનુદાન.
  5. વિધવા અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે લાયન્સ ક્લબ ક્રાઉન સુરેન્દ્રનગરને દર વર્ષે 36000 રૂપિયા 11 વર્ષ માટે દાન.
  6. ચિ. ઉર્વીશના પ્રથમ પગારના 50% રકમ સમાજસેવા માટે.
  7. પોતાની ભત્રીજી ચિ. રીટા ભત્રીજા ચિ. જીગરને 20,00,000 વીસ લાખ રૂપિયાની કિંમતનો પ્લોટ તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય તેમજ ઉચ્ચશિક્ષણ માટે ભેટ આપવામાં આવ્યો.

મામેરાના રિવાજમાં સુધારણા માટે મામેરા પ્રથા બંધ કરીને મામેરું સ્વીકારેલ નહીં.

પોતાના પ્રસંગમાં નવતર પ્રયોગ કરી પ્રેરણાદાયી કાર્ય માટે સેવારત સારસ્વત મુકેશભાઈને વંદન..

.    .    .

Discus