Photo by Nikhita S on Unsplash
સંશોધન એટલે ખામીઓથી ખૂબીઓ તરફની યાત્રા. સહકાર વિના સંશોધન નહીં. વિષય તજજ્ઞો અને મિત્રોના સહકારથી સંશોધન સુખરૂપ પૂર્ણ થયું. પ્રસ્તુત ક્રિયાત્મક સંશોધનમાં મને મદદરૂપ થનાર તમામ સહયોગીઓનો ઋણસ્વીકાર કરતા હું ધન્યતાની લાગણી અનુભવું છું.
ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણને શ્રેષ્ઠતર બનાવવા માટે જ્યારે જી.સી.ઇ.આર.ટી , સમગ્ર શિક્ષા અભિયાન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમય માં વિદ્યાર્થીઓ તેમના વિષયમાં નિપૂણ બને એવા શુભહેતુથી આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરતા હું અત્યંત કૃતજ્ઞતા વ્યક્ત કરું છું
મારી આ ક્રિયાત્મક સંશોધનરૂપી હોડકીના માર્ગદર્શક બની અને તટે પહોંચાડનાર જેમના માર્ગદર્શન હેઠળ મારુ આ ક્રિયાત્મક સંશોધન પૂર્ણત: વિકાસ પામ્યું છે. સાથો સાથ હું આભાર માનું છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો કે જેઓએ મને આ સંશોધન હાથ ધરવા અનુદાન પૂરું પાડ્યું છે. આ ક્ષણે હું સૌનો ઋણસ્વીકાર કરું છું.
અંતમાં સહજ અને નિ:સ્વાર્થ રીતે આ ભગીરથ કાર્યમાં મને રાહ દોરનાર તમામ નો હું આભાર વ્યક્ત કરતા ધન્યતાની લાગણી અનુભવું છું.
ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે ગતિશીલ અને શિક્ષકો માટે પ્રગતિશીલ બની રહ્યું છે. આ માટે જી.સી.ઇ.આર.ટી અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અનેકવિધ નવતર પ્રયોગો અમલીકૃત બન્યા છે. આ સફળતાની સાંકળમાં જિલ્લા શિક્ષણ અને તાલીમભવન , શિક્ષકો , આચાર્યો , સી.આર.સી – કોર્ડિનેટર , બી.આર.સી – કોર્ડિનેટર , કેળવણી નિરીક્ષક વગેરે મહાનુભાવોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ માટે સરકાર તરફથી પણ ઉચ્ચતમ ક્ષમતા ધરાવતા શિક્ષકોની નિયુક્તિ , ક્ષમતા કે અભિગમોનો અમલ , ક્ષમતાકેન્દ્રી , આનંદી અને પ્રવૃત્તિલક્ષી પાઠ્યપુસ્તકોનો અમલ વગેરે અનેકવિધ યોજનાઓ સહાયમાં રહી છે.
ક્રિયાત્મક સંશોધન દ્વારા અગાઉના સોપાનોનો અભ્યાસ કરી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. સાથોસાથ અસરકારક પરિણામો પણ પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા માપી શકાય છે. જો ભવિષયામાં આ પ્રકારની સમસ્યાઓ ઉદભવે તો તેનો નિકાલ લાવી શકાય છે. ક્રિયાત્મક સંશોધન દ્વારા ખાસ કરીને નબળા અથવા મંદ ગતિથી અભ્યાસ કરતા બાળકોને જ્ઞાન કઈ રીતે નિર્મિત કરી શકાય એ બાબતનો પણ ખ્યાલ આવે છે. આ ક્રિયાત્મક સંશોધનના ક્ષેત્રમાં આવેલા વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય છે.મને વિશ્વાસ છે કે મારું આ કાર્ય અન્ય વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને માર્ગદર્શક બની રહેશે.
શિક્ષણ કાર્યમાં આવતી જુદી જુદી સમસ્યાઓને ક્રિયાત્મક સંશોધન મારફત વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવી શકાય. ક્રિયાત્મક સંશોધન શિક્ષણ સુધારા માટે અત્યંત જરૂરી છે. પ્રસ્તુત ક્રિયાત્મક સંશોધનમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત વાકયોના લેખન દરમ્યાન ચિત્રોના આધારે વાક્યો લખવામાં જે ક્ષતિઓ રહેતી તેના પર અભ્યાસ કરીને એ મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે. પ્રાયસ દરમ્યાનમારા પ્રયત્નો કેટલા અંશે સફળ થયા છે તે બધી બાબતો મે અહીં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે.
“વિદ્યાર્થીઓ સરળ સંસ્કૃત સંવાદ કરી શકે તેનું નિદાન અને ઉપચાર.”
મારી શાળાના ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ સરળ સંસ્કૃત સંવાદ કરી શકતા ન હતા.
દા.ત : બાળકો સામાન્ય સંવાદ કરી શકતા ન હતા.તેઓ સંસ્કૃત સંવાદમાં મુશ્કેલી અનુભવતા હતા.સામાન્ય વાક્યો જેવાકે શાળામાં બોલાતા , ઘરમાં બોલાતા , મિત્રો સાથે બોલાતા સંવાદોમાં બાળકો શરમ અનુભવતા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા કલસ્ટરની
શ્રી નાના ખૂંટવડા પ્રા. શાળા ના
ધોરણ –૮ ના વિદ્યાર્થીઓ
સંભવિત કારણો જાણ્યાબાદ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો સમસ્યાનું નિવારણ કરી શકાય.
ક્રમ સમય પ્રવૃત્તિ મૂલ્યાંકન સુધાર કાર્ય
મૂલ્યાંકન
ક્રમ મૂલ્યાંકન પદ્ધતિ સફળતાની ટકાવારી નિષ્ફળતાની ટકાવારી
સંશોધનનાં અંતે જે નિષ્કર્ષ કાઢવામાં આવ્યા તે પરથી સંસ્કૃત વાક્ય લેખનમાં થતી ભૂલો સુધારવાના શિક્ષણમાં ,વર્ગ પૂર્વે પ્રારંભિક ચર્ચાઓને વેગ આપી ,બાળકોને વિવિધ પદ્ધતિઓનો પ્રયોગ કરી યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો બાળકો રસપૂર્વક ભાગ લેશે.
વર્ગ દરમિયાન ,વિદ્યાર્થીઓને જુથ ચર્ચા ,ટેક્નોલોજી , ચાર્ટ્સ વગેરેનો ઉપયોગ કરી બાળકોને જો શીખવવા માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે તો પણ બાળકોનો રસ વધારી શકાય.સંસ્કૃત વાક્ય લેખનમાં આવશ્યક અધ્યયન નિષ્પત્તિઓ પણ સિદ્ધ કરી શકાય.જો બાળકોને સંકલ્પના સિદ્ધ કરાવવી હોય તો આ પ્રકારે વિવિધ T.L.M બનાવી અને બાળકોને આસાનીથી શીખવી શકાય.
આમ , શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન ન બની રહેતા બાળક પુસ્તકમાથી વ્યવહારુ અને પ્રાયોગિક જ્ઞાન મેળવે તો જ આ સંશોધનનું સાર્થક્ય સિદ્ધ થાય.
સંદર્ભ સૂચિ: